બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકના રાણપુર ઉગમણો વાસની બાજુમાં આવેલી કેનાલમાંથી અંદાજે સાત એક ફુટનો અજગર કેનાલ માંથી બહાર નીકળી કેનાલની બાજુમાં આવેલા લીમડાના ઝાડ ઉપર ચડતાં ગ્રામજનો જોઈ જતાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો

અને ત્યાંના સ્થાનિક લોકો એ સદભાવના ફાઉન્ડેશન નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સદભાવના ફાઉન્ડેશનના પ્રમુખ મોક્ષ માળી ટ્રસ્ટી પ્રકાશ સાંખલા.અને મેમ્બર દિપક ખત્રી કિશન ઠાકોર અને વનવિભાગ સહિત ટિમ ઘટના સ્થળે જઈ અજગર નું રેસ્ક્યુ કરી અજગર ને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ગામના લોકો ને હાશકારો થયો હતો અને ગ્રામજનોએ સદભાવના ફાઉન્ડેશન ના તમામ મિત્રો તથા
ડિસા વનવિભાગ નો આભાર માન્યો હતો કે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં ઠંડી નું પ્રમાણ વધુ હોઈ આવા વન્ય જીવો ઠંડી થી બચવા માટે ઝાડ પર નો સહારો લેતા હોય છે ત્યારે આ રેસ્ક્યુ કરેલ અજગર ને વનવિભાગ દ્વારા તેના કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે તેવું વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું….
રિપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા