સમગ્રશિક્ષા ટીમ રાણપુરનું મિશન વર્ચુઅલ ઇનોવેશન રાજ્યકક્ષાનાં ઇનોવેશન માટે પસંદ

 

જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર ધ્વારા આયોજિત બોટાદ જિલ્લા કક્ષાનાં ઓનલાઇન એજ્યુકેસનલ ઇનોવેશન ફેસ્ટીવલ-૨૦૨૦/૨૧ નું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ જેટલા અલગ અલગ એજ્યુકેશનલ ઇનોવેસનનું વર્ચુઅલ મોડથી પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.

બોટાદ જિલ્લામાંથી રાજ્યકક્ષાનાં ઇનોવેશન ફેસ્ટીવલ માટે કુલ ૩ ઇનોવેશનની પસંદગી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર ધ્વારા કરવામાં આવેલ. જેમાં સમગ્ર શિક્ષા ટીમ રાણપુરનું બી.આર.સી.કો-ઓર્ડિનેટર આર.એસ.રાઠોડ દ્રારા કરેલ મિશન વર્ચુઅલ ઇનોવેશનની પસંદગી થયેલ છે. આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ અન્ય બે ઇનોવેશન સાથે મિશન વર્ચુઅલ ઇનોવેશન પણ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા કક્ષાએ ઇનોવેશન પસંદ થતા સમગ્ર શિક્ષા ટીમ રાણપુર તાલુકાનાં ધો.૧ થી ૧૨ નાં તમામ શિક્ષકો, આચાર્યો, સી.આર.સી.ઓ, તા.પ્રા.શિક્ષણાધિકારી, કે.ની.ના સહકાર બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે..

 

તમારી આસ પાસ બનતી દરેક ઘટના કે સમાચાર મોકલી આપો અમારા સુધી મો 9173306171

તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »