ગઢડામાં પ્રેમી પંખીડાનું પી.એમ ના કરાતા મૃતદેહ હજી પણ હોસ્પિટલમાં
ગઢડામાં પ્રેમી પંખીડાનું પી.એમ ના કરાતા મૃતદેહ હજી પણ હોસ્પિટલમાં
ગઈકાલે ગઢડાના ગઢાળી રોડ પાસે આવેલ મઘરીયા ઘાર વિસ્તારમાં યુવક યુવતીએ સાથે મળીને ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું હતું ,જેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતું કલાકો વીતવા છતાં પણ હજી સુધી મૃતદેહનું પી.એમ થયું નથી અને ડોક્ટરો ન આવ્યા હોવાથી પી.એમ માં મોડું થયું હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે.
રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ