શિયાળાની શરૂઆતમાં જ લીંબડીમાં બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા
ઠંડીનો સહારો લઇ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી
શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરોને જાણે મોકળું મેદાન મળતું હોય તેમ ઠંડી નો સહારો લઈને ચોરી ને તસ્કરો અંજામ આપતા હોય છે. ત્યારે લીંબડી શહેરના શ્રીજીનગર વિસ્તારના બે રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે. તસ્કરોએ બંધ રહેલ બંને મકાનોના તાળા તોડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા મળી અંદાજે રૂપિયા ૧.૨૫ લાખનો મુદ્દામાલ ચોરી કરીને પોબારા ભણી ગયા છે. જ્યારે આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા લીંબડી