ઉમરાળા ખાતે ત્રીજા તબક્કાનો કોરોના વેક્શિનનો શુભારંભ કરાયો
ઉમરાળા ખાતે ત્રીજા તબક્કાનો કોરોના વેક્શિનનો શુભારંભ કરાયો
ઉમરાળા તાલુકા પંચાયત સ્ટાફ અને ઉમરાળા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને કોરોના વેક્શિન રસી અપાઈ દેશ અને દુનિયામાં અણધારી આવી પડેલી કોરોના મહામારીએ માનવીનું
સામાજિક અને આર્થિક જીવન અસ્ત વ્યસ્ત કરી દીધું છે સમગ્ર દુનિયાને આ મહામારીએ પોતાની લપેટમાં લીધું છે WHOએ કોરોના રોગને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે આ મહામારીના સમયમા સરકારનો આરોગ્ય વિભાગ ખડે પગે ઉભો રહ્યો છે ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે તાલુકા હેલ્થ ઓફીસ ખાતે કોરોના વેક્શિનનો ત્રીજા તબક્કાનો શુભારંભ કરવામાં આવેલ જેમા તાલુકા પંચાયત સ્ટાફ તથા પ્રાથમિક શિક્ષકોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા હેલ્થ ઓફીસ ઉમરાળા ખાતે કુલ 154 ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કરને કોરોના વેક્શીન આજે આપવામાં આવેલ છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા